મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે ફિએસ્ટા ૨૦૨૩ના બેનર હેઠળ ચાર દિવસીય ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. ફિએસ્ટાના બેનર હેઠળ કોલેજનો પોતાનો ફેસ્ટીવલ યોજાશે. ચાર દિવસ દરમ્યાન જેમાં ૬૦ ઇવેન્ટમાં ૨૨૦૦થી વધુ વિધાર્થીનીઓ એ આ યુવા ઉત્સવમાં ભાગ લીધો અને કલાના ઓજસ પાથરશે.
આ ફિએસ્ટાનું ઉદઘાટન સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના મહિલા સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉધોગપતિ આદિતી અગ્રવાલ, શેરી બાલી, બિંદુબેન એસ.મહેતા અને ભાવનાબેન એ.મહેતાએ રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું, ઉદઘાટન સમારોહ બાદ ઉપસ્થિત મહાનોભાવોનું સ્વાગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિની થીમ સાથે ડાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ચાર દિવસિય યુવા ઉત્સવમાં દરરોજ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગ્રુપ ઇવેન્ટમાં ફિલ્મી અંતાક્ષરી, લોકનૃત્ય, ફેશન શો, વેસ્ટર્ન ડાન્સ, લગ્નગીત, માઈમ, લાઇવ એડવર્ડટાઇઝમેન્ટ, ટીક-ટોક, રસ્સાખેંચ, લઘુનાટક, ડબ્બાદાવ, ડિબેટ, ગ્રુપ સોંગ(ફિલ્મી), એકાંકી(નાટક), ડ્યુએટ ડાન્સ અને કોન બનેગા જ્ઞાની જેવી ઇવેન્ટ અને વ્યક્તિગત ઇવેન્ટ માં ભજન, સોલો ડાન્સ, લોકગીત,બોલીવુડ જલસો, કાવ્ય પઠન, મહેંદી, નેઈલ આર્ટ, રંગોળી, કાર્ટુનીંગ, પંજા દાવ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ફની ન્યુઝ રીડીંગ, પોસ્ટર મેકિંગ, તાવડી પેઈન્ટીંગ, શ્લોક ગાન, એક પાત્રીય અભિનય, ગઝલ, તત્કાલ ચિત્ર, સુગમ ગીત, મિસ દ્ગ.સ્.ઝ્ર. જેવી ઇવેન્ટ અને વન મિનીટ માં તાજ મહલ, ડ્રોપ બોલ્સ, સિક્કા વિથ બિંદી, ફેસ પર બિંદી, થર્મોકોલ બોલ્સ, બેલેન્સ ગેમ, કપ વિથ દંગલ, હવા કા ઝોંકા, સિક્કો કી પકડ, હિટ ધ બોટલ્સ, બેલેન્સીંગ બોલ, થર્મોકોલ મેં અટકી જાન, કલીપ માસ્ટર, પોમ પોમ થ્રોઇન્ગ ગેમ, પત્તા કટ અને જાેડ ગેમ, વોક અટેક, બોલ જંપ, બલુન જંપ, રીંગ માસ્ટર, રબ્બર બેન્ડ ગેમ, બેંગલ્સ એન્ડ પ્લકર્સ ટીક-ટીક ઘોડા જેવી અલગ અલગ રમત આ ઇવેન્ટ માં યોજવામાં આવી રહી છે.


















Recent Comments