ભાવનગર

ભાવનગરની ભોળાવદર પ્રાથમિક શાળા અને ખડસલિયા કે.વ. શાળામાં દાતાઓના સહયોગથી અંદાજીત નવ લાખ રૂપિયાના ખર્ચે વિદ્યાર્થીઓને પોષણવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર તાલુકાના છેવાડાના વિસ્તારમાં ખડસલિયા ગામમાં આવેલી શ્રી ભોળાવદર પ્રાથમિક શાળા અને શ્રી ખડસલિયા કે.વ. શાળામાં અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા ૮૦૦ બાળકોને પોષણ વર્ધક કીટનું વિતરણ કરવમાં આવ્યું હતું. 


 ‘કુપોષણ મુકત ગુજરાત’ના અભિયાનને સાકાર કરવા માટે ભાવનગર તાલુકાના કેળવણી નિરીક્ષક શિક્ષણ અને ભોળાવદર શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈના પ્રયત્નોથી ખડસલિયા ગામની બંને શાળાના તમામ વિદ્યાર્થીઓને આ પોષણવર્ધક કીટ અર્પણ કરવામાં આવી. હતી. અંદાજીત રૂપિયા ૧૧૧૫/- ની આ કીટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે,તેલ 2 કિલો, ચોકલેટ પ્રોટીન પાઉડર 500ગ્રામ, ઘઉંનો લોટ 5 કિલો, ચોખા 5 કિલો, ચણાની દાળ 2 કિલો તથા માસ્ક 10 નંગનો સમાવેશ થાય છે. અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ દ્વારા ૮૦૦ બાળકોને પોષણ વર્ધક કીટની કુલ કિંમત અંદાજીત 8 લાખ 92 હજ્જાર રૂપિયા જેટલી થાય છે. આ કિટના કાર્યક્રમમાં ના.જિ.પ્રાથમિક શિક્ષણાધિકારી વિરલભાઈ વ્યાસ, ના.જિ.પ્રાથમિક શિક્ષણાધિકારી (RTE) મીતાબેન દૂધરેજિયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વ્યાખ્યાતા રાજેશ્રીબેન ઔન્ધીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મધુકરભાઈ ઓઝા, GHCL કંપનીના જનરલ મેનેજરશ્રી ધનંજયસાહેબ, સરપંચ, ગ્રામ્ય આગેવાનો તથા સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહેલ. આ ક્રય્ક્રામને સફળ બનાવવા ભોળાવદર શાળાના મુખ્ય શિક્ષક ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈ તથા ખડસલિયા કે.વ. શાળાના મુખ્ય શિક્ષક અનિરુદ્ધસિંહ વાળાએ તથા શાળા પરિવારે જહેમત ઉઠાવેલ. બંને શાળાની SMC તથા ગ્રામ્ય આગેવાનોએ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરેલ.

Related Posts