બાળકો. વેકેશન નો સદુપયોગ કરી શકે તેમના માં સર્જનાત્મકતા અને અન્ય આવડતો વિકસે તેમની પ્રતિભાને અભિવ્યક્તિ માટે પ્લેટફોર્મ મળે અને શાળાકીય શિક્ષણ થી વિશેષ તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે તે હેતુ થી ૧૯૪૦ થી શિશુવિહાર માં વિવિધ પ્રવૃત્તિ ઓનું આયોજન થાય છે..બાળકો તેમના રસ – સૂચિ મુજબ તાલીમ મેળવે તેવી વ્યવસ્થાઓ થાય છે. સંસ્થા પ્રારંભ થી ઉનાળા માં વેકેશન દરમ્યાન સર્વાંગી તાલીમ શિબિર નું નિયમિત પણે આયોજન થાય છે..૧૨-૧૨ દિવસ ની ત્રણ તબક્કે યોજાતી આ તાલીમ માં સ્કેટિંગ, મહેંદી , આર્ટ એન્ડ ક્રાફટ, ગ્લાસ પેઇન્ટિંગ, બ્યુટી પાર્લર અને વાંચન શિબિર પ્રકારના કૌશલ્ય માં ૧૫૦ થી વધુ બાળકો એ તા.૧ મે થી ૧૨ મે દરમ્યાન તાલીમ મેળવેલ..શિબિર માં પ્રવુત્તિ નિષ્ણાતો ની પ્રશસ્ય સેવાઓ અવિરત મળતી રહે છે… ગ્રીષ્મ તાલીમ વર્ગ ની દ્વિતીય શિબિર તા.૧૪ મે થી શરૂ થનાર છે જેમાં બાળકો એ વહેલી તકે પોતાના નામ નોંધાવી દેવા અખબારી યાદી માં જણાવ્યું છે……
ભાવનગરની શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશનનો સદુપયોગ

Recent Comments