fbpx
ભાવનગર

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીના સબંધીનો ડૉક્ટર પર હુમલો

ડૉક્ટરોની સુરક્ષા અને હિત માટે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં પણ તબીબો પર હુમલાની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. આવો જ એક કિસ્સો ભાવનગરની સરકારી હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. જેમાં દર્દીના પરિવારજનો દ્વારા ડોક્ટર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલમાં મોડી રાત્રે એક દર્દીને કાનમાં દુઃખાવાની ફરિયાદ સાથે આવ્યો હતો. જેને ઈએનટી વિભાગમાં ફરજ બજાવતા ડૉ ઉદિત ચાવડાએ કોઈ ઈમરજન્સીનો બનાવ ના હોવાથી સવારે આવવા જણાવ્યું હતુ. જેના કારણે ઉશ્કેરાયેલા દર્દીના એક સબંધીઓ પોતાની પાસે રહેલી છરી વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જાે કે ડૉક્ટરે સમયસૂચકતા દાખવતા તેમનો બચાવ થયો હતો. આ દરમિયાન અન્ય એક વ્યક્તિએ વચ્ચે પડીને હુમલો કરનારને બહાર લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

જેમાં રાત્રે ૧ઃ૩૫ કલાકે ૩ શખ્સે ઈએનટી વિભાગમાં આવે છે અને દરવાજાે પછાડી રહ્યાં છે. એવામાં દર્દી અને તેના સબંધીઓ ડૉક્ટર સાથે માથાકૂટ કરી રહ્યા હોય છે, ત્યારે એક શખ્સ છરી કાઢીને તબીબ તરફ ધસી રહ્યો છે. જાે કે અન્ય એક વ્યક્તિ તેને રોકીને બહાર લઈ જતો કેમેરામાં જઈ શકાય છે.

Follow Me:

Related Posts