ભાવનગરનું દિવ્યાંગ દંપતી આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇજિપ્ત રવાના
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા શ્રી અલ્પેશભાઈ સુતરીયા અને તેમના પત્ની શ્રીમતી સંગીતાબેન સુતરીયા બંને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઈજીપ્ત જવા રવાના થયા હતા.
શ્રી અલ્પેશભાઈ સુતરીયા ૮૦% દિવ્યાંગતા ધરાવે છે જ્યારે તેમના પત્ની ૬૦% દિવ્યાંગતા ધરાવે છે. આ બંને દિવ્યાંગ દંપતીએ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
નેશનલ કક્ષાએ અલગ અલગ ટુર્નામેન્ટમાં વિજેતા દંપતી ઇજિપ્ત ખાતે રમાનાર ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
આ અંગે શ્રી અલ્પેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે અમે બંને છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ ટેબલ ટેનિસ રમી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી ૧૦ લોકોની પસંદગી થઈ છે જેમાં ભાવનગરના દંપતીની પસંદગી થતા તેઓ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
અગાઉ ભાવનગરમાંથી કોઈ પણ દિવ્યાંગ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચી શક્યું નથી ત્યારે આ દંપતીની પસંદગી થતાં તા. ૨૫ ફેબ્રુઆરીથી શરૂ થતી ટુર્નામેન્ટ જીતીને આવવા માટેની આશા વ્યક્ત કરી હતી.
ભાવનગરનું આ દંપતી છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ પેરા ટેબલ ટેનિસમાં મેડલ મેળવી રહ્યું છે.
બંને દંપતી આંબાવાડી ખાતે આવેલ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે.
Recent Comments