fbpx
ભાવનગર

ભાવનગરનો કુખ્યાત મોસ્ટ વોન્ટેડ આરોપીને તેના જ અડ્ડેથી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ મામાના ઓટલા પાસે આવેલ ખાંચામાં છેલ્લા ઘણા સમયથી દેશી તથા પરપ્રાંતિય દારુના ગેરકાયદે વેચાણ તથા સંગ્રહ માટે કાંન્તિ કુખ્યાત છે, અને પોલીસ સ્ટેશનમાં દારુ તથા ગેરકાયદે હથિયાર રાખવાનાં ગુનામાં અવારનવાર જેલની હવા ખાઈ ચુકેલ કુખ્યાત બુટલેગર કાંન્તિ મથુર બારૈયા ઉ.વ.૪૨ પાસે એક દેશી પિસ્ટલ પણ છે. એસઓજીની ટીમનું સફળ ઓપરેશન તેના કાળા કૃત્યોની જાણ સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસને થતાં એસઓજીની ટીમે કુખ્યાત કાંન્તિને ચિત્રા મામાના ઓટલા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ કિંમત રૂ. ૧૦ હજાર સાથે ઝડપી ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કાંન્તિ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી આરોપી-મુદ્દામાલનો કબ્જાે સોંપી વધુ તપાસ હાથ ધરી છે. દરેક ૨ નંબરના કામમાં વર્ચસ્વ હતું ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી દેશી-ઈંગ્લીશ દારુનુ વેચાણ કરતો અને અગાઉ પ્રોહિબીશન તથા ગેરકાયદે હથિયાર રાખવાનાં ગુનામાં પોલીસ ચોપડે ચિતરાયેલ કુખ્યાત બુટલેગર કાંન્તિને એસઓજીની ટીમે ચિત્રા વિસ્તારમાં તેના જ અડ્ડા પાસેથી પિસ્ટલ સાથે તેની ધડપકડ કરી હતી.

Follow Me:

Related Posts