ભાવનગર

ભાવનગરનો વેપારી વિદેશ ભાગતા પહેલા મુંબઈ એરપોર્ટથી પકડાયો

સ્ટેટ જીએસટી વિભાગે ગત જુલાઈમાં ભાવનગરમાંથી બોગસ બિલિંગ કૌભાંડ પકડ્યું હતું. આ કૌભાંડમાં બોગસ બિલિંગ દ્વારા વેરાશાખ ભોગવતા વેપારીઓ પાસેથી વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગે જુલાઈમાં એચ.કે. મેટલ્સ તથા બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપની પર દરોડા પાડ્યા હતા. આ કૌભાંડમાં હસનનાં માતાપિતાની ધરપકડ કરાઈ છે, જ્યારે તે નવ મહિનાથી ફરાર હતો. જાેકે ૧૭ એપ્રિલે સાઉદી નાસી જવાની તૈયારીમાં હતો તે સમયે ઝડપાયો હતો. હાલ તેને ૨૧ એપ્રિલ સુધીના માટે રિમાન્ડ આપ્યા છે.રૂ.૧૧૮ કરોડના બોગસ બિલિંગનો મુખ્ય સૂત્રધાર ભાવનગરના એચ.કે. મેટલ્સ તથા બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીનો માલિક મોહમંદહસન અસલમ કલીવાલા ઉર્ફે હસન કલીવાલા વિદેશ ભાગતાં પહેલાં જ મુંબઈ એરપોર્ટ પરથી પકડાયો છે.

Related Posts