ભાવનગર

ભાવનગરમાં અડચણરૂપ અને ગેરકાયદેરો દબાણો દૂર કરવામાં આવ્યા

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડને અડચણરૂપ અને ગેરકાયદેરો દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ભાવનગર શહેરના અલકા ટોકીઝથી શેલારશા રોડ સુધી રોડ પરના અનેક ગેરકાયદેસર દુકાનો, લારીઓ, કેબીનો ઓટલાઓ સહિતના દબાણો મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલએ દૂર કર્યા હતા, કમિશનર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે દબાણ કરતાંઓમાં ફફડાટ ફેલાયો છે.

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ પરના ગેરકાયદેસર અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ શહેરના અલકા ટોકીઝથી શેલારશા રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં લારીઓ, કેબિનો, ઓટલાઓ તથા કેટલોક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, કોર્પોરેશન દ્વારા દબાણકારો સામે કડક ખાતે શરૂ કરેલી કાર્યવાહીને નગરજનો આવકારી રહ્યા છે, ગઈકાલે શહેરના કુંભારવાડા, શિશુવિહાર, એલઆઈસી ઓફિસ પાસેથી મનપા દ્રારા લારીઓ, કેબીનો, ઓટલા સહિતના ૬૫થી વધુ દબાણ દૂર કર્યા હતા, જેમાં કુંભારવાડા બાથાભાઈના ચોકમાંથી ૮ કેબિન અને પીપરવાળા ચોકમાંથી ૩ કેબિન જપ્ત કરવામાં આવી હતી, બાથાભાઈ ચોકથી નારી રોડ સુધી ૫૫ જેટલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા, શિશુવિહાર સર્કલમાંથી આઠ કેબીનો જપ્ત કરી હતી.

Follow Me:

Related Posts