fbpx
ભાવનગર

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ અંતર્ગત જિલ્લા કક્ષાનો પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયું

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ-૨૦૨૩ તારીખે ઉજવવાનું નક્કી કરેલ છે જે અનુસંધાને એન.એફ.એસ.એમ (નેશનલ ફૂડ શિકયોરિટી મિશન) ન્યુટ્રીસિરિયલ યોજના હેઠળ ભાવનગર જિલ્લા કક્ષાનો પાક પરીસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી શ્રીમતી જયશ્રીબેન જરૂ ના અધ્યક્ષ સ્થાને અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ હોલ ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રીબેન જરૂ દ્વારા ઉદ્બોધન કરતા જણાવેલ કે આપ સૌ ખેડૂત મિત્રો જે પ્રકારે ખેતીકાર્યો કરી રહ્યા છો તે ખરેખર સરાહનીય કાર્ય છે તેમજ આ ખેતી કાર્ય દ્વારા આપની આવક વધુને વધુ વધે તેમજ આપના દ્વારા ઉત્પાદન કરેલા પાકોનો ખેતરમાં ઉત્પાદન કરી પાક આપણે જાતે જ લોકો સુધી પહોંચાડીએ એટલે કે ખેતર થી સીધું ઘર ના સૂત્રને  સાકાર કરવા અંગે જણાવ્યું હતું. 

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ ખેડૂતોને તૃણ ધાન્ય પાકોનું મહત્વ, પાકોની વૈજ્ઞાનિક ઢબે ખેતી કઇ રીતે કરી શકાય તેમજ તૃણ ધાન્ય પાકો દ્વારા આરોગ્યને કેમ તંદુરસ્ત રાખી શકાય તે માટે મહુવા ફળ સંશોધન કેન્દ્ર ખાતેથી પધારેલ વરિષ્ઠ વૈજ્ઞાનિકશ્રી જી. એસ. વાળા એ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું

ભાવનગર જિલ્લામાં વધુ વેગવંતી બનાવવા માટે સતત પ્રયત્નશીલ એવા નાયબ ખેતી નિયામક તાલીમ શ્રી જે.એન. પરમાર દ્વારા જિલ્લામાં કરવામાં આવી રહેલ પ્રાકૃતિક ખેતી વિશે તેમજ પ્રાકૃતિક ખેતી થી ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે અને રાસાયણિક ખેતી અપનાવવા કરતા જો પ્રાકૃતિક ખેતી અપનાવશે તો ખેડૂતોની આવક પણ વધશે અને બજારભાવ પણ ખૂબ સારો મળી રહે છે તેના વિશે પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરેલ હતા.

ઉમરાળા તાલુકાના ચોમલ ગામના પ્રાકૃતિક ખેતી કરતા શ્રી સંજયભાઈ ગોહિલે પોતાના અનુભવો ઉપસ્થિત રહેલ ખેડૂતો તેમજ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યા હતા.

નાબાર્ડ બેંકના ડેપ્યુટી મેનેજરશ્રી દિપક ખલાસ  દ્વારા ખેડૂતોને કે.સી.સી કાર્ડ કઢાવવા માટે તેમજ નાબાર્ડ બેંક ખેડૂતોને ધિરાણ આપી રહેલ છે તેની વિગત ખેડૂતો સમક્ષ રજુ કરેલ હતી તથા નાયબ બાગાયત નિયામકશ્રી એમ. બી. વાઘમશીએ  બાગાયત ક્ષેત્રમાં વિવિધ સહાય યોજનાઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડેલ હતું.

કાર્યક્રમમાં વિવિધ કંપનીના વિક્ર્તાઓ ફાર્મર પ્રોડ્યુસર કંપની પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો દ્વારા મિલેટ પાકો ને લગતી સામગ્રીના પ્રદર્શન અને પ્રાકૃતિક ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ હતી તેમજ કૃષિ યાંત્રિકીકરણ ને લગતા વિવિધ તેમજ આઇ.સી.ડી.એસ શાખાના બહેનો દ્વારા વાનગી હરીફાઇનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ જેને પ્રોત્સાહન પુરુ પાડવામા આવેલ હતુ. આ કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી એસ. બી. વાઘમશી સહિતના અધિકારીઓ સહિત ૬૫૦ થી વધુ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનુ સફળતા પુર્વક આયોજન કરવામાં આવેલ હતુ.

Follow Me:

Related Posts