ભાવનગર

ભાવનગરમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા

ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના રોજ પેટ્રોલીંગ દરમિયાન નારી ચોકડી પાસેથી રાજસ્થાનથી ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ દારૂની ખેપ લઈને આવી રહેલા ખેપીયાને તથા ડિલિવરી લેવા આવેલા બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા અને સાત બુટલેગરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts