ભાવનગરમાં એક યુવાન પર જાનલેવા હુમલો
ભાવનગરનાં મોખડાજી સર્કલ પાસે મોડી રાત્રે યુવાન પર તલવાર, ધોકા વડે જીવલેણ હુમલો કરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ભાવનગરનાં મોખડાજી સર્કલ પાસે મોડી રાત્રે યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગાડી પાર્ક કરવાની બોલાચાલીને લઈ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. તલવાર, ધોકા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોર ફરાર થયા હતા. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો છે. ભાવનગરનાં મોખડાજી સર્કલ પાસે મોડી રાત્રે યુવાન પર તલવાર, ધોકા વડે જીવલેણ હુમલો કરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ ગાડી પાર્ક કરવાની બોલાચાલીને લઇ હુમલો કરાયો હતો. યુવક ગંભરી રીતે ઈજાગ્રસ્ત થતા નજીકના લોકો દોડી આવ્યા હતા.
એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પોલીસને જાણ કરી દેવાઈ હતી. લોકો ઘટનાસ્થળે આવતા જ હુમલોખોરો ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર હેઠળ સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. ઘટનાની જાણ પોલીસને થતા એલસીબી બી.ડિવિઝન. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યાર બાદ હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ શહેરના સોલા અને બોપલ વિસ્તારમાં રહેતા બે યુવકો કાર લઈને ચાંદલોડિયા દુર્ગા વિદ્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએ લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને માર મારી છરીથી નાક વાઢી નાખ્યું હતું. યુવક ઈજાગસ્ત થતાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી સોલા પોલીસે હત્યાની કોશિસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને યુવકોને ગંભીર ઈજા થતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હુમલાખોરો બાદમાં ફરાર થઈ ગયા હતા. પ્રયાગને લોહી નીકળતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments