fbpx
ભાવનગર

ભાવનગરમાં એસ.બી.આઈ તાલીમ સંસ્થા દ્વારા બ્યુટીપાર્લર મેનેજમેન્ટની તાલીમનો પ્રારંભ

એસબીઆઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર, ખાતે બ્યુટીપાર્લર મેનેજમેન્ટની તાલીમનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામીણ વિસ્તારના બહેનો તાલીમમાં જોડાયા હતા. તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્ર્રસંગે ડી.આર.ડી.એ. ભાવનગર માંથી એ.પી.એમ. આર.સેટી. વૈષ્ણવીબેન ઉપસ્થિત રહ્યા હતા.
એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ભાવનગરના નિયામકશ્રી આર.એસ.રાઠોડ દ્વારા તાલીમાર્થી બહેનોને તાલીમ કાર્યક્રમ બાદ સ્વરોજગાર વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ. બી. આઈ. આર.સેટી સ્ટાફ નીલેશભાઈ બરોલીયા, ઈશાનભાઈ કલીવડા, જયેશભાઈ ગોહિલ સહિતનાઓ જેહમત ઉઠાવી રહ્યા છે.

Follow Me:

Related Posts