ભાવનગર

ભાવનગરમાં ઓફિસમાં કામ કરતો મેનેજર ૧૮ લાખથી વધુ રોકડા રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા ખળભળાટ મચ્યો

ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં આવેલા આદિત્ય કોમ્પલેક્ષની ઓફિસમાં કામ કરતો મેનેજર ૧૮ લાખથી વધુ રોકડા રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નિલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ શહેરના વિજયરાજનગરમાં આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા મનિષ ધામેલીયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, અમારી ઓફિસ ૨૪ કલાક ચાલુ હોય છે જેમાં ૧૧૦ વ્યક્તિઓ કામ કરે છે. જેમાં વિવેક મનજીભાઈ દિયોરા રાત્રીના ૮થી સવારના ૮ સુધી નાઇટ શિફ્ટમાં મેનેજર તરીકે છેલ્લા ૯ મહિનાથી નોકરી કરે છે.

તારીખ ૯ના રોજ સવારે મને મેનેજરે ફોન કરી જાણ કરેલી કે નાઈટ શિફ્ટમાં કામ કરતો મેનેજર વિવેક રાત્રીના સમયથી ચાલ્યો ગયો છે. તરત મે લોકર ચેક કરવાનું કહેતા લોકરમાં કહી નથી તેમ જણાવ્યું હતું. આ લોકરમાં અમારી ઓફિસના ૧૧૦ સ્ટાફનો પગાર કરવા લોકરમાં રાખેલ રૂપિયા ૧૮ લાખ ૫૧ હજાર જેવી માતબર રકમ લઈ રફુચક્કર થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસ ગુનો નોંધી મેનેજરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Related Posts