ભાવનગરમાં કારખાનામાં લાગેલી આગ હજુ પણ બેકાબુ, ફાયર વિભાગની ૨૬ ગાડીઓ ઘટના સ્થળે

ભાવનગરના જુના બંદર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહયા છે ૮ કલાક બાદ પણ આગ શરૂ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ફાયર બ્રિગેડના પાસેથી પ્રાથમિક માહિતી મુજબ શહેરના જુના બંદર રોડ પાસે આવેલ પ્લાસ્ટિકના કારખાના રાત્રીના કોઈ કારણોસર આગ લાગી હતી. જેની જાણ ફાયરને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો જુના બંદર દોડી ગયો હતો આગ એટલી વિકરાળ હતી કે જાેત જાેતામાં ફાયરની આગ બુજવવા ૨૬ ગાડીઓ પાણી નો છટકાવ કરવામાં આવ્યો હતો છતાં ૮ કલાકની જહેમત બાદ પણ આગ શરૂ હોવાનું જાણવા મળ્યું છે, આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી ન હતી.
Recent Comments