ભાવનગરમાં કેબલ સ્ટેઈડ બ્રીજની મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે લીધી હતી. કલેકટરશ્રીએ કેબલ સ્ટેઈડ બ્રીજની ડિઝાઇન, વહન ક્ષમતા અને મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.
આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આ બ્રિજ વર્ષ ૨૦૧૨ માં બનેલો છે અને ત્યારબાદ વર્ષ ૨૦૧૩ થી સતત કાર્યરત છે બ્રીજનું બાંધકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ મેન્ટેનન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરી રહ્યું છે ત્યારે મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી હતી આ ઉપરાંત કલેકટરશ્રી દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન ભાવનગર પ્રાંત અધિકારીશ્રી એમ.એમ.ઝણકાટ, માર્ગ અને મકાન (સિવિલ) નાં ડેપ્યુટી એન્જિનિયર શ્રી દિલીપભાઈ મેર, ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ડેપ્યુટી એન્જિનિયરશ્રી નિતેશ ધોન્ડે સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments