fbpx
ભાવનગર

ભાવનગરમાં ગાંજાે વેચતો રિક્ષા ચાલક ઝડપાયો

કોરોના મહામારીના કારણે હાલ શાળાઓ બંધ હોય સ્કૂલ રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકોની રોજી રોટી પર પણ અસર પડી છે. ભાવનગર શહેરમાં એક સ્કૂલ રિક્ષાના ચાલકે ગાંજાનું વેચાણ શરૂ કરતા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સ્કૂલ રિક્ષા બંધ હોવાથી આવક ના થતા રિક્ષા ચાલક ગાંજાના વેચાણના રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું છે.

એસઓજી શાખાના મહાવીરસિંહ ગોહિલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ચોક્કસ બાતમી આધારે કાજીવાડ મસ્જીદ પાસે ભાડા ના મકાનમાં રહેતા ઈરફાન મહંમદભાઈ શેખ પોતાની કબજા ભોગવટાના મકાન ગાંજાનો જથ્થો છુપાવી રાખી અને તેનું વેચાણ કરી રહ્યો છે જે હકીકત મળતાં દરોડા પાડી તલાશી હાથ ઘરતા રૂમમાં આવેલ ભીત કબાટ નીચેના ખાનમાંથી વનસ્પતિ જન્ય ડાખરા પાંદડા ઘરવતો સૂકો ગાંજાે ૧ કિલો ૬૦ ગ્રામ મળી કબજે લઈ શખ્સની અટકાયત કરી હતી.

ઝડપાયેલા શ્રમિકને વધુ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે પોતે રીક્ષાના ઘંઘા સાથે સંકળાયેલા છે અને રીક્ષાના ભાડા ન મળતા ઘરનું ગુજરાન ચલાવવા ગાંજાે વેચવાના રવાડે ચડી ગયેલા હતો, સ્કૂલ રિક્ષા ચાલકને ભાવનગર એસઓજી પોલીસે તેના ઘરેથી ૧ કિલો ૬૦ ગ્રામ સૂકો ગાંજા કી.૧૦,૬૦૦ તથા અન્ય મુદામાલ સહિત કુલ કી.૧૧,૧૦૦ સાથે ઝડપી લીધો હતો.
જેને લઈ ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ ૮(સી), ૨૦(સી) મુજબનો ગુન્હો નોંધાવ્યો હતો.

Follow Me:

Related Posts