ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવિધ સ્થળોએ ૫૧ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “આઝાદી કા અમૃત્ત મહોત્સવ”ના ભાગ રૂપે ઉત્તરાયણની પ્રભાતે ભાવનગરમાં ૪૫૦ લોકોએ અલગ-અલગ ત્રણ સ્થળો જેમાં (૧) બોરતળાવ (૨) તખ્તેશ્વર મહાદેવ મંદિર (૩) પીલગાર્ડન ખાતે એક સાથે ૫૧ સૂર્યનમસ્કાર કાર્યક્રમ કરી લોકોને સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
તા.૧૪મી જાન્યુઆરી ૨૦૨૩ ઉત્તરાયણના દિવસે સવારના ૦૭:૦૦ થી ૦૮:૦૦ કલાક દરમ્યાન ભાવનગરમાં ત્રણેય સ્થળો જેમાં (૧) બોરતળાવ ખાતે (સુનિલભાઈ પટેલ) (૨) તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે (જયેશભાઇ શાહ) (૩) પીલગાર્ડન ખાતે (ભાવનાબેન જાજલ) સંચાલન કર્તા સાથે આ દરેક સ્થળ ઉપર ૧૫૦થી વધુ યોગી ભાઈઓ-બહેનોએ ૫૧ સૂર્યનમસ્કારથી ઉગતા સૂર્યને વંદના કરેલ હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષકુમાર મેસવાણીયા, પૂર્વ મેયરશ્રી રીનાબેન શાહ, શ્રી ચંદ્રસિંહ ઝાલા, શ્રી કિરીટભાઈ હાડા, શ્રી પ્રવીણભાઈ પટેલ (ભગતદાદા), શ્રી પ્રફુલભાઈ સાંકરિયા, શ્રી ગોરલબેન પટેલ વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ નરેશકુમાર ગોહિલ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શહેર કો-ઓર્ડીનેટર રિધ્ધિબેન માંડળીયાના અને જિલ્લા કો-ઓર્ડીનેટર જીગ્નેશ પટેલના સંકલનથી સંપન્ન થયો હતો.
Recent Comments