ભાવનગર

ભાવનગરમાં ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ યોજાશે

કરાટે ઍકેડેમી ઓફ જાપાન ગોજુરીયુ કરાટે ડો ઈન્ડિયા દ્વારા સંચાલિત અને ભાવનગર ખાતે ૪ંર ડીગ્રી બ્લેક બેલ્ટ ઈન્ડિયાના ચિફ ઈન્સ્ટ્રકટર સેન્સઈ પ્રદિપભાઈ પારેખના નેતૃત્વમાં આગામી તા.૨૮ને રવિવારના રોજ ભાવનગર શહેરની સેન્ટ મેરીસ સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશિપ યોજાશે. સેન્સઈ પ્રદિપભાઈ પારેખના નેતૃત્વમાં ભાવનગરમાં ૩૦થી વધારે વર્ષથી સતત કાર્યરત ચાલતી સંસ્થા ગુજરાતની સૌથી મોટી કરાટે સંસ્થા છે. સેન્સઈ પારેખના માર્ગદર્શન તળે ભાવનગર જિલ્લા ઉપરાંત બોટાદ, રાજકોટ, અમરેલી જિલ્લામાં ૪૦થી વધુ શાળામાં ભાઈઓ-બહેનોને કરાટે તાલીમ અપાઈ રહી છે.

એટલું જ નહીં સંસ્થા દ્વારા સમયાંતર આંતરરાષ્ટ્રીય કક્ષાના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા પણ ટ્રેઈનિંગ સેમિનાર યોજવામાં આવે છે. તો, અહીં કરાટે ઉપરાંત,તાલિમાર્થીઓ કિકબોકસિંગ તેમજ ફીલીપીનો કાલીની આર્ટની પણ તાલિમ મેળવી રહ્યા છે. યોજાનારી રાજયકક્ષાની આ સ્પર્ધામાં ભાવનગર ઉપરાંત, બોટાદ, રાજકોટ, અમરેલી તથા અમદાવાદ સહિત છ થી વધુ જિલ્લામાંથી ૪૦૦ જેટલા કરાટે વિદ્યાર્થી ભાઈઓ – બહેનો ભાગ લેશે. આ ચેમ્પિયનશિપમાં વિજેતાઓને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવશે.

જયારે આ ચેમ્પિયનશિપમાં ભાવનગરના પ્રતિષ્ઠીત નાગરિકો, ઉદ્યોગપતિઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જાેડાયેલા શિક્ષણવિદો તેમજ વિશાળ સંખ્યામાં વાલીગણ ઉપસ્થીત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરાશે. ભાવનગરમાં સતત ૩૧ વર્ષથી કાર્યરત રાજયકક્ષાએ કરાટેમાં સૌથી મોટી સંસ્થાના આંગણે આગામી રવિવારના રોજ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ યોજાશે. જેમાં રાજયના છથી વધુ જિલ્લામાંથી ૪૦૦થી વધુ સ્પર્ધક ભાઈઓ-બ્જેનો ભાગ લેશે. રાજ્યકક્ષાની આ સ્પર્ધાને લઈ હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Related Posts