એનેમીયા મુક્ત ભારત અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા. ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ હોટલ સરોવર પોર્ટિકો ખાતે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો. ચંદ્રમણિ કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભાવનગર, આર.સી.એચ.ઓ. ભાવનગર ડો.કોકિલાબેન સોલંકી, ડો. સુનિલ સોન્થાલીયા સ્ટેટ મિલ લીડ ગાંધીનગર પ્રોજેક્ટ વૃદ્ધિ, પી. ઓ, આઈ.સી.ડી.એસ. ભાવનગર શ્રી શારદાબેન દેસાઈ તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રામજીભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, મેડિકલ ઓફિસરશ્રીઓ, સી.ડી.પી.ઓ. શ્રીઓ અને પ્રોજેક્ટ વૃદ્ધિ કેર ઇન્ડિયાના બ્લોક કોઓર્ડીનેટરશ્રીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આર.સી.એચ.ઓ. ભાવનગર ડો. કોકિલાબેન સોલંકી તથા ડો. હરપાલસિંહ ગોહિલ, સિનિયર મેડિકલ ઓફિસરશ્રી, ડી.ટી.ટી., અને પ્રોજેક્ટ વૃદ્ધિના જિલ્લા પ્રોજેક્ટ મેનેજરશ્રી મુકુંદભાઈ રામાવત તથા કેપેસીટી બિલ્ડીંગ ઓફિસરશ્રી શાંતિલાલભાઈ પરમાર દ્વારા એનેમીયા પર વિવિધ વિષયો જેવા કે એનેમીયાની ઓળખ, ડિયાગ્નોસિસ અને ટેસ્ટિંગ, પ્રોફાઇલેક્સિસ, ટ્રીટમેન્ટ, સામાજિક અને બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને વિગતવાર તાલીમ આપવામાં આવેલ હતી.


















Recent Comments