ભાવનગરમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભાવનગરના દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મીની, સરદારનગર ખાતે યોજાયો હતો.
આ તકે કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૮ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા તેમજ જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો નું કરાયું સન્માન કરવામાંન આવ્યું હતું. જેમાં શ્રી અવાણીયા કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) શ્રી મુકેશકુમાર ચંદ્રકાંતભાઈ વાઘેલા, શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) શ્રીમતી ચંદ્રિકાબેન રતિભાઈ ચૌહાણ અને નવા ગુંદારણા કે.વ.શાળા મુખ્ય શિક્ષક(HTAT) શ્રી નિલેશકુમાર મનસુખભાઇ નાથાણીને જિલ્લા કક્ષાના પારિતોષિક થી નવાજવામાં આવ્યા હતા. આ સાથે શ્રી મોટા પીપળવા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) શ્રી હિતેષ વશરામભાઈ ઠંઠ, શ્રી ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) હિમંતભાઈ શામજીભાઇ રાઠોડ, શ્રી મોટા સૂરકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) શ્રી નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ, શ્રી રામણકા કેંદ્રવર્તી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક (પ્રાથમિક) શ્રી સંજયભાઇ શામજીભાઇ ટાપણીયા અને શ્રી જમણવાવ પ્રાથમિક શાળાના આસી. શિક્ષક (પ્રાથમિક) શ્રી જયસુખભાઈ બોઘાભાઈ ઘરેણીયાને તાલુકા કક્ષાના પારિતોષિક થી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમનું સંચાલનશ્રી મિતુલભાઈ રાવલે કર્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી શિશિરભાઈ ત્રિવેદી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સાગરભાઈ પંડ્યા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એમ.પી.બોરીચા સહિત પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments