જિલ્લા કક્ષાનો એપ્રિલ-૨૦૨૩નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૭/૦૪/૨૦૨૩ નાં રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામુહિક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો તથા રજૂઆત અંગેની અરજીઓ કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે રજુ કરવા અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
ભાવનગરમાં જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ એપ્રિલનાં રોજ યોજાશે




















Recent Comments