ભાવનગરમાં ડમી કાંડમાં સંડોવાયેલા ૪ આરોપીઓ ધરપકડ કરી, અન્ય ૪ની પૂછપરછ હજુ ચાલુ
ડમી કાંડમાં ૩૬ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી ૪ લાકોની ધરપકડ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં વધુ લોકોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં મુખ્ય શરદ પનોત સહિતના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ખુદ પોલીસ જ ફરિયાદી બની છે. ૨૦૧૨થી ૨૦૨૩ સુધીમાં યોજાયેલી વિવિધ પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષાઓ આપવામાં આવતી હતી. આ કેસનો ખુલાસો યુવા નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે યુવા નેતા યુવરાજસિંહ દ્વારા ૫ એપ્રિલના રોજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ દાવામાં ચાર નામોના ખુલાસા સાથે યુવરાજે પોતે વેરિફિકેશનની પણ વાત કરી હતી. હવે આ મામલે પોલીસ દ્વારા વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
સરકારી નોકરી અપાવવાની શરતે ડમી ઉમેદવાર બેસાડીને વર્ષોથી જે કાંડ ચલાવવામાં આવી રહ્યો હતો તેમાં મોટા ખુલાસા થવાની વાત સામે આવી રહી છે. આ મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસા થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડમી ઉમેદવારોની મદદથી કોને નોકરી અપાવાઈ?… ડમી ઉમેદવારો બેસાડવા માટે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા, ખોટા ઉમેદવારોને બેસાડવા માટે મૂળ ઉમેદવાર પાસે કેટલા રૂપિયા લેવામાં આવતા હતા અત્યાર સુધીમાં કઈ પરીક્ષઓમાં આ રીતે ગેરરીતિ આચરવામાં આવતી હતી તે સહિતના તમામ મુદ્દે પોલીસ દ્વારા મહત્વની તપાસ કરવામાં આવી શકે છે.
Recent Comments