ભાવનગર

ભાવનગરમાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

રાજય સરકાર ના આદેશ અનુસાર તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૨, બુધવાર ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર,બી.પી.ટી.આઈ. સામે ભાવનગર શહેર ખાતે માન.મુખ્યમંત્રીશ્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો નો નિકાલ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ભાવનગર ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે.

ભાવનગર શહેરના અરજદારો એ તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નો ના આધાર પુરાવા સાથે અરજી આપવાની રહેશે અને પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ના મથાળા નીચે સીટી મામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.

આ કાર્યક્રમ માં ગત તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અનિર્ણીત રહેલ ફરિયાદો સાથે અરજદારોએ તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરવાની રહેશે. સામુહીક રજુઆત કરી શકાશે નહી તેમ સીટી મામલતદારશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts