fbpx
ભાવનગર

ભાવનગરમાં તા. ૨૦ સપ્ટેમ્બર ના રોજ ભરતી મેળો યોજાશે

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં હેલ્પર/આસિસ્ટન્ટ (પેકેજિંગ, શોર્ટિંગ, સ્કેનિંગ), એડવાઇઝર, ડેવલોપમેન્ટ ઓફિસર, બ્રાંચ મેનેજર, આસી.બ્રાંચ મેનેજર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં ૧૦પાસ, ૧૨પાસ, ગ્રેજ્યુએટ, ITI વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૦/૦૯/૨૦૨૩ (બુધવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, ડૉ. આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, પાનવાડી, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪ (ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે

Follow Me:

Related Posts