યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર-ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૪ એકમમાં હિયર ટ્રિટમેન્ટ, લેબોરેટરી (માત્ર પુરૂષ ઉમેદવાર), ક્વોલિટી ઇજનેર, પી.પી.સી ઇજનેર, પરચેસ એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ પ્રોસેસ એન્જિનિયરિંગ, જાવા, પી.એચ.પી ટયુટર, ઓફિસ એસસીસ્ટન્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં બી.ઈ મેટલુઅર્જી, ડિપ્લોમા-મેટલુઅર્જી, બી.ઈ-મિકેનિકલ, ડિપ્લોમા-મિકેનિકલ, બી.ઈ-પ્રોડક્શન, બી.ઈ-ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બી.ઈ- કોમ્પ્યુટર, એમ.સી.એ, ડિપ્લોમા- પ્રોડક્શન, અને બી.ઈ કેમિકલ (5 થી 7 વર્ષનો અનુભવ)ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૭-૦૯-૨૦૨૩(મંગળવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિ. કેમ્પસ, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
ભાવનગરમાં તા.૨૭ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

Recent Comments