ભાવનગરની મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા તા.૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારે સવારે ૧૦:૩૦ કલાકે, કલાભવન શામળદાસ આર્ટ્સ કોલેજ, વિદ્યાનગર, ભાવનગર ખાતે મહિલાઓ માટેનો ખાસ ભરતીમેળો યોજાનાર છે. જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ(કંપની)માં GNM/બી.એસ.સી નર્સિંગ (૨થી૪ વર્ષનો અનુભવ) બી.કોમ, ગ્રેજ્યુએટ, ૧૨ પાસ, ૧૦ પાસ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓ માટે રજીસ્ટર્ડ નર્સ એક્ઝિક્યુટિવ-પી.એમ.જયડેસ્ક, ઇન્સ્પેક્શન એન્ડ નાઇટીંગ આસિસ્ટન્ટ, ટેલીકોલર, કસ્ટમર કેર એક્ઝિક્યૂટિવ, ટીમ લીડર, ઓફિસ એક્ઝિક્યુટિવ, અકાઉન્ટ આસિસ્ટન્ટ, સેલ્સ એક્ઝિક્યુટિવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની જરૂરી નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક રોજગારની કચેરીની યાદીમાં જણાવાયું છે.
ભાવનગરમાં તા. ૩ ઓગસ્ટના મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

Recent Comments