fbpx
ભાવનગર

ભાવનગરમાં દિવાળીની રાત્રે પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી

ભાવનગર શહેરમાં દિવાળીની રાત્રિએ એક તરફ ફટાકડાઓ ફૂટી રહ્યા હતા તો બીજી તરફ શહેરના ઈન્દિરાનગર વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ પોતાની જ પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીની હત્યાના બનાવમાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. તો હત્યા સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં આરોપી પતિ ગુનાને અંજામ આપી ઘટનાસ્થળ પર હાથમાં છરી લઈ ફરતો હોવાનું અને ઝઘડો કરતો હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાછળના ભાગે આવેલ ઇન્દિરાનગર મફતનગરમાં રહેતાં દીપ્તિબેન હિંમતભાઈ જાેગદિયા ઉં.વ.૨૫ ના તેના પતિ હિંમત દાનાભાઈ જાેગદિયા સાથે ૭ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. લગ્નના ૯ દિવસમાં જ દીપ્તિબેન પિયર જતાં રહ્યાં હતાં, ત્યારબાદ અવારનવાર તેના પતિને દીપ્તિબેન તેડી જવાનું કહેતા પણ તેડી ગયેલ ન હતો અને દીપ્તિબેન ભરણપોષણની અરજી કરતા તેનો પતિ ૮ મહિના પહેલાં તેડી ગયો હતો. દિવાળીના તહેવાર નિમિતે દીપ્તિબેનના પિતા તથા તેનાં પિયરજનો દ્વારા તેની દીકરીના ઘરે ઘરેણાં દેવા ગયા હતા.

જે તેના જમાઈને સગાંસંબંધીઓ આવતાં નહીં ગમતા ઉશ્કેરાઈ જઈ ગાળો દેવા લાગેલા અને તેના ઘરના કબાટમાંથી છરી કાઢી પ્રાગજીભાઈને એક ઘા આંખના ભાગે તથા બીજાે ઘા સાથળના ભાગે મારી દીધો હતો અને સાથે તેનાં મામીને પણ જમણા હાથે છરીનો ઘા માર્યો હતો. તે દરમિયાન દીપ્તિબેન વચ્ચે બચાવવા પડતાં તેના પતિએ છાતીના ભાગે છરીનો ઘા મારી દેતા ઘટનાસ્થળે જ દીપ્તિબેનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર આ અંગે પ્રાગજીભાઈ તેજાભાઈ ગિલાતારે વરતેજ પોલીસ મથકમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં હિંમત દામજીભાઈ જાેગદિયા, લાખુબેન દાનજીભાઈ, કાનો ઉર્ફ ગિરીશ દાનજીભાઈ તથા વનિતાબેન કાનો ઉર્ફે ગિરીશ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારની રાત્રીએ પતિએ પત્નીની હત્યા કરતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, હત્યા કરનાર શખ્સ ખુલ્લી છરી સાથે હત્યા કરી શેરીમાં દાદાગીરી કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. દિવાળીની રાત્રિએ ઈન્દિરાનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. હત્યા કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts