ભાવનગર જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ધો.૧ થી ૧૨ સુધી શિક્ષણથી વંચિત રહેલા બાળકોની સર્વેની કામગીરી તા.૦૭/૧૧/૨૦૨૪ થી તા.૧૬/૧૧/૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે.શાળા બહારનાં બાળકો (દિવ્યાંગ સહિત) કે જે કદી શાળાએ ગયેલ નથી કે વચ્ચે થી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા ૬ થી ૧૯ વર્ષનાં બાળકોનો સર્વે થશે.રેલ્વે સ્ટેશન, ઝુપડપટ્ટી વિસ્તાર, સ્લમ એરિયા, પછાત વિસ્તાર, જંગલ વિસ્તાર, બેટ વિસ્તારો, છુટા છવાયા પહાડી વિસ્તાર, ધાર્મિક સ્થળો, સિનેમા ઘરોની આસપાસના વિસ્તારો, કે અન્ય વિસ્તારમાં રહેતા બાળકોની માહિતી નજીકની સરકારી પ્રા. શાળા, સી.આર.સી., બી.આર.સી. ભવન કે સમગ્ર શિક્ષા જિલ્લા કચેરીને જાણ કરવી તેમ, સમગ્ર શિક્ષા કચેરીના જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટરશ્રી,ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
ભાવનગરમાં ધો.૧ થી ૧૨ માં શિક્ષણથી વંચિત રહેલા બાળકોનો ૭ થી ૧૬મી નવેમ્બર દરમ્યાન સર્વે હાથ ધરાશે

Recent Comments