ભાવનગરમાં નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે બે દિવસીય વર્કશોપનું આયોજન કરાયું
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના બી.કોમ. માં અભ્યાસ કરતી વિધાર્થીનિઓ માટે બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓ ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કાર્યબાદ વિધાર્થીની સ્નાતક કક્ષા એ અલગ અલગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવે છે. જેમાં વિનિયન, વાણીજ્ય, વિજ્ઞાન પ્રવાહના વિવિધ કોર્ષમાં પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રવેશ મેળવતા હોય છે. જેમાં વાણીજ્ય પ્રવાહમાં પ્રવેશ મેળવેલ વિધાર્થીનીઓ માટે સ્નાતક કક્ષાએ એકાઉન્ટ, માર્કેટિંગ, મેનેજમેન્ટ, ઇકોનોમિકસ, મેથેમેટિક્સ જેવા વિષયોમાં પોતાની ઉચ્ચ કારકિર્દી કેમ બનાવી શકાય તેનું યોગ્ય માર્ગદર્શન વિધાર્થીઓ પાસે હોતું નથી. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.કોમ. માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ માટે બે દિવસીય વર્કશોપ યોજાયો હતો.
જેમાં ગુજરાતના નામાંકિત પ્રોફેસરો દ્વારા વિવિધ વિષયોમાં આગામી દિવસોમાં પોતાની કારકિર્દી બનાવવા માટે શું ધ્યાન રાખી આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ વર્કશોપ માં એસ.પી.યુનિવર્સીટી, વલ્લભ વિધાનગર ના ડો. યજ્ઞેશ દલવાડી એકાઉન્ટીગ સ્ટાન્ડર્ડ વિષય ઉપર તથા કે.બી. કોમર્સ કોલેજ, ખંભાતના એમ.કોમ. ડીપાર્ટમેન્ટના હેડ ડો.હસન રાણા ઇન્કમટેક્ષ વિષય ઉપર તેમજ ગવર્મેન્ટ કોલેજ, હિંમતનગરના હેડ અને આસી. પ્રોફેસર ડો. જય દવે સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ વિષે અને એસ.એસ. મહેતા અને એમ.એમ.પટેલ કોમર્સ કોલેજના આસી. પ્રોફેસર ડો. સી.એન.પીઠડીયા જી.એસ.ટી. વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
Recent Comments