fbpx
ભાવનગર

ભાવનગરમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે21મીએ ખાતમુહૂર્ત

ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં રૂ. ૩૩ કરોડના ખર્ચેથી તૈયાર થનારી કલેકટર કચેરીનું ખાતમુહૂર્ત તા. ૨૧ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. નવી કલેકટર કચેરીના બાંધકામ માટે ૧૭,૫૦૦.૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જેમાં ૧૦૬૨૧.૦૦ ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવશે. નવનિર્મિત કચેરી ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ચાર માળની રહેશે. વર્તમાન આયોજન પ્રમાણે નવી કલેકટર કચેરીમાં ૧૫૩ ઓરડાઓ તૈયાર થશે, જેમાં ૨૨ કચેરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર- સિટી મામલતદાર કચેરી,ગ્રામ્ય મામલતદાર કચેરી,સિટી સર્વે કચેરી, હક
ચોકસી કચેરી, એન.આઈ.સી કચેરીનો સમાવેશ કરાયો છે.

જ્યારે પહેલાં માળે પ્રાંત કચેરી,નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી કચેરી,જિલ્લા જમીન દફતર કચેરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી, ભૂસ્તરશાસ્ત્રી કચેરી,ખાણ ખનીજ કચેરી, નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ કચેરી, કોન્ફરન્સ હોલ, સેકન્ડ ફ્લોર- કલેકટર કચેરી, વીડિયો કોન્ફરન્સ રૂમની સુવિધા ઉભી કરાશે. ત્રીજા માળે જિલ્લા પુરવઠા કચેરી, જિલ્લા આયોજન કચેરી, કલેકટર કચેરી રેકર્ડ રૂમ, પ્રાંત કચેરી રેકર્ડ રૂમ, હક ચોકસી રેકર્ડ રૂમ વિગેરે તેમજ ફોર્થ ફ્લોર-નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી રેકર્ડ રૂમ, જિલ્લા જમીન દફતર કચેરી રેકર્ડ રૂમ,સીટી સર્વે સુપ્રિ.કચેરી રેકર્ડ રૂમ, સિટી તથા ગ્રામ્ય મામલતદાર કચેરી રેકર્ડ રૂમ. વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા બિલ્ડીગમાં ફાયર સેફટી સુવિધા માટે ફાયર સિસ્ટમની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે બેરીયર ફ્રી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિલ્ડીંગમા્ એક ફ્લોર પરથી અન્ય ફલોર પર જવા માટે લિફટની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts