જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ કલાક સુધી મહિલા કોલેજ, ભાવનગર ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી અને સભ્યોના અધ્યક્ષ સ્થાને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત સવારે ૧૧:૦૦ કલાકે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૬૮ ગૌશાળા, ઘોઘા રોડ, ભાવનગર ખાતે એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી દ્રારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું.
જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા તા.૧-૮-૨૦૨૪નાં રોજ નારી વંદન ઉત્સવ સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રથમ દિવસે શ્રીમતી ગાંધી મહિલા કૉલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી આર.કે. જાખણીયા, પ્રોટેક્શન ઓફિસર શ્રીમતી હેતલબેન દવે, કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ગિરિરાજભાઈ ભોજક, મેનેજમેન્ટ કો-ઑર્ડનેટર ડૉ.અશોકભાઈ પુરોહિત, પ્રા.રંજનબાળા ગોહિલ, વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ કૉલેજની વિદ્યાર્થીનીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી આર.કે. જાખણીયાએ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંગે લોકોને માહિતગાર કરી નારી વંદનનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં તેમણે ગુજરાત સરકારની મહત્વની મહિલા કલ્યાણલક્ષી યોજનાઓનો ખ્યાલ આપ્યો હતો. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી હેતલબેન દવેએ ઘરેલુ હિંસા અધિનિયમની વિસ્તૃત જાણકારી આપી હતી. સાયબર ક્રાઈમ સેલ તરફથી પ્રવીણભાઈ એ સમાજમાં થતા સાયબર
ક્રાઇમ અંગે માહિતગાર કરી, સાયબર સુરક્ષા માટે સાવચેતીનાં ઉપાયો સૂચવ્યા હતા. સખી વન સ્ટોપ સેન્ટર તરફથી મહિલાઓને કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રોગ્રામ આફિસર ડો. હિતેશભાઈ વાળાએ સૌનો આભાર માન્યો હતો. પ્રોગ્રામ ઓફિસર દેવીબેન ખુંટીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ ઉપરાંત ૧૧:૦૦ કલાકે બેટી બચાવો, બેટી પઢાવો, યોજના અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૬૮ ગૌશાળા, ઘોઘા રોડ, ભાવનગર ખાતે એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી અને સભ્યોના અધ્યક્ષ સ્થાને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના ની રેલીનું યોજવામાં આવેલ જેમાં સ્કુલના શિક્ષકો, સંકલ્પ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન ટીમ, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર કનીઝબેન કુરેશી, તથા રીનાબેન વાધેલા તેમજ સખી વન સ્ટોપ
સેન્ટરના સ્ટાફ હાજર રહેલ હતા. ભાગ લીધેલ તમામ કિશોરીઓને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના લોગોવાળી કેપની સાથે નાસ્તો આપવામાં આવેલ હતો.
Recent Comments