જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા નારી વંદન ઉત્સવ ના બીજા દિવસ અંતર્ગત અટલ બિહારી બાજપાઇ શાળા નંબર ૩૮ પ્રાથમિક શાળા પાનવાડી ભાવનગર ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી આર.કે. જાખણીયા, પ્રોટેક્શન ઓફિસર શ્રીમતી હેતલબેન દવે, શાળાના આચાર્યશ્રી ઇદ્રીશભાઇ, શાળાના શિક્ષિકા બહેનો, જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીશ્રીઓ, PBSC, OSC, 181 મહિલા અભયમ હેલ્પ લાઇન શાળાની ધોરણ ૬ થી ૮ ની દિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે. જાખણીયાએ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંગે પ્રાથમિક માહિતી આપી નારી વંદનનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં તેમણે ગુજરાત સરકારની મહત્વની મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સમજ આપી હતી.
દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી હેતલબેન દવેએ બેટી બચાવો બેટી પઢાવો યોજનાની જાણકારી આપી હતી. ક્રુશિકાબેન રાઠોડએ ગુડ ટચ બેડ ટચ અને મેન્સ્ટુલ હાઇજીન કીટ અને તે સમયે રાખવામા આવતી કાળજી વિશે સમજણ આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇનકાઉન્સેલર પુજાબેન ચુડાસમાં દ્વારા ૧૮૧ વિશે માહિતી માહિતી આપેલ સખી વન સ્ટોપ સેન્ટર તરફથી મહિલાઓને કાયદાકીય સહાય,પોલીસ સહાય,તબીબી સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને દિકરી વધામણા કિટ અને મંજુરી હુકમનુ વિતરણ તેમજ ધોરણ ૮ ની દિકરીને મેન્સ્ટુલ હાઇજીન કિટ આપવામાં આવેલ હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર માન્યો હતો.
Recent Comments