ભાવનગર

ભાવનગરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ ઉજવાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા નારી વંદન ઉત્સવના ચોથા દિવસ અંતર્ગત આંબેડકર ભવન, પાનવાડી, ભાવનગર ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે. જાખણીયાએ નારી વંદન ઉત્સવ સપ્તાહ અંગે પ્રાથમિક માહિતી આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રી જરૂ દ્વારા મહિલાઓ પોતાના પગભર થઇ દરેક ક્ષેત્રે મહિલા નેતૃત્વ કરતી થાય અને પોતાની આવકના સાધનો દ્વારા આવક મેળવતી થાય તેવી સહજ ભાષામાં વિગતવાર માહિતી પુરી પાડેલ હતી. પ્રોગ્રામ ઓફીસશ્રી શારદાબેન દેસાઇ દ્વારા આંગણવાડીમાં મળતા લાભો વિશે વિગતવાર માહિતી આપી જેમાં બાલ શક્તિ, માતૃ શક્તિ અને પુર્ણા શક્તિના પેકેટનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સ્તનપાન સપ્તાહ અંગે વિગતવાર માહિતી પુરી પાડેલ હતી. ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી ખેતીવાડી વિશેની યોજનાની જાણકારી આપી હતી.

કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે પશુપાલન અને ખેતીવાડી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું શાલ અને બેગ આપી તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીને દિકરી વધામણા કિટ અને મંજુરી હુકમનુ વિતરણ અને બાલિકા પંચાયતની દિકરીઓને મેન્સ્ટુલ હાઇજીન કિટ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રી જરૂ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અશોક પટેલ, પ્રોગ્રામ ઓફીસરશ્રી શારદાબેન દેસાઇ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે. સી.ડી.પી.ઓ.શ્રી નિતાબેન, પ્રોટેક્શન ઓફિસરશ્રી હેતલ દવે, ખેતીવાડી પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરેલ બહેનો, બાલિકા પંચાયતની દિકરીઓ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી, સંકલ્પ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ યોજનાની ટીમ, પોલીસ બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 181 મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts