નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલ ની 3×3 સ્પર્ધામાં મહિલા વર્ગમાં ખૂબ જ રસાકસી બાદ તેલંગાણાની ટીમનો વિજય થયો હતો. તેમજ કેરળની ટીમ રનર્સ અપ રહી હતી.
નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 3×3 માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને તેલંગાણાની ટીમો એ ભાગ લીધો હતો.જેમાં 3×3 ના ફાઇનલ મેચમાં તેલંગાણા સામે કેરળનો રોમાંચકને સમય આવ્યો હતો જેમાં તેલંગાણા ની ટીમે 17 પોઇન્ટ તથા કેરળની ટીમે ૧૩ પોઇન્ટ મેળવ્યા હતા. આથી તેલંગાણા ની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તેમજ કેરળની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલું હતું. જ્યારે મહારાષ્ટ્રની થઈને ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
નેશનલ ગેમ્સની ફાયનલ બાદ એવોર્ડ એનાયત કરવા બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના શ્રી તેજાસિંઘ, બાસ્કેટબોલ સિલેક્શન કમિટીના ચેરમે શ્રી શક્તિસિંહ તેમજ શ્રી અજીતસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments