ભાવનગરમાં નેશનલ ગેમ્સમાં બાસ્કેટબોલ પુરુષ વર્ગમાં ઉત્તરપ્રદેશ અપસેટ સર્જી વિજેતા બન્યું
નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલ 3×3 પુરુષ વર્ગ માં તમિલનાડુ અને ઉત્તર પ્રદેશની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. જેમાં ફાઇનલ મેચ જીતવા માટે તમિલનાડુની ટીમ હોટ ફેવરિટ ગણાતી હતી જેને ઉત્તર પ્રદેશ એ અપસેટ સર્જીને જીત મેળવી હતી.
નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં પુરુષ વર્ગમાં 3×3 માં પંજાબ, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ ની ટીમો એ ભાગ લીધો હતો. 3×3 નો ફાઇનલ આજરોજ તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ વચ્ચે રમાયો હતો જેમાં ખૂબ જ રસાકસી સર્જાઇ હતી આ મેચમાં ઉત્તર પ્રદેશ એ ૨૧ પોઇન્ટ તથા તમિલનાડુ એ ૧૮ પોઇન્ટ મેળવ્યા હતા આમ ઉત્તર પ્રદેશની ટીમ વિજેતા બની હતી. ૩×૩ માં નેશનલ ગેમ્સમાં પુરુષ વિભાગમાં પંજાબની ટીમ એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નેશનલ ગેમ્સ ના ફાયનલ બાદ એવોર્ડ એનાયત કરવા આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્ટેલિજન્સ શ્રી મનીષ ઠક્કર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ડિરેક્ટર શ્રી મનીષ અગ્રવાલ ઇન્ચાર્જ ગુજરાત યુનિવર્સિટી શ્રી રવીન્દ્રસિંહ રાજપુત ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments