ભાવનગરમાં નેશનલ ગેમ્સ જાગૃતિ અર્થે સાયક્લોથોન કાર્યક્રમ યોજાયો
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તેમજ લાયન્સ ક્લબ તથા રોટરી ક્લબના સહયોગથી ૩૬ નેશનલ ગેમ્સ બાબતે યુવાનોમાં જાગૃતિ કેળવાય એ હેતુથી સાયકલોથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન અને Celebrating unity through Sports અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલ સાયકલોથોનને ફ્લેગ ઓફ મેયરશ્રી કીર્તિબાળા દાણીધારીયાએ કરાવ્યો હતો. ત્યારબાદ આ સે-સાયક્લોથોન રૂપાણી સર્કલ થી શરૂ કરી સરદારનગર-સંસ્કાર મંડળ-વીલિંગ્ટન સર્કલ-પાણીની ટાંકી-સેન્ટ્રલ સોલ્ટ-આતાભાઈ ચોક થઈને રૂપાણી સર્કલે પૂર્ણ થઈ હતી.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયાં હતાં અને સાયક્લોથોનમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની સાથે અધિકારીઓ પણ સાયક્લોથોનમાં જોડાયાં હતાં. આ કાર્યક્રમમાં કલેકટરશ્રી યોગેશ નિરગુડે, રેન્જ આઇ. જી. શ્રી અશોકકુમાર યાદવ, કમિશ્નરશ્રી એન. વી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments