ભાવનગરમાં પિતાએ ‘તું તારા મમ્મીનું કહ્યું કરે છે મને કેમ રાખતો નથી?’ કહી પુત્રને છરી મારી
ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં પિતાએ પુત્રને પેટના ભાગે શરીરના ઘા ઝીંકી દઈ લોહિયાળી ઈજા પહોંચાડી હતી. પુત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રસાલા કેમ્પ ડીવાયએસપી ઓફિસની સામે લાઈન નંબર.૨ રૂમ નંબર ૨૦૨માં રહેતો નિતેશભાઇ મનોહરલાલ લાડલા ઉંમર વર્ષ ૨૧એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા માતા સાથે અવારનવાર ઝઘડો કરતા હોય જેથી મનોહરલાલ લાડલા છેલ્લા સાતેક માસથી અમારીથી અલગ રહેતા હતા.
દરમિયાન રવિવારે મોડીરાત્રીના સમયે નિતેશ રસાલા કેમ્પમાં આવેલ નવા ગુરુદ્વારા પાસે ઉભા હતા ત્યારે તેના પિતાએ આવી કહ્યું હતું કે, “તું તારા મમ્મીનું જ કહ્યું કરો છો, મને કેમ રાખતો નથી ?” તેમ કહી લાફો મારી તેના હાથમાં રહેલ છરીના એક ઘા નિતેશને પેટના ભાગે મારી દીધો હતો જેથી લોહિયાળ ઈજા પામેલા યુવાને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પુત્રએ તેના પિતા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments