ભાવનગરમાં પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીનો અકસ્માત થતાં જ મોત
ભાવનગરમાં પિતાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને ગંભીર અકસ્માત થયો. ભાવનગરમાં પિતાાના બારમા બાદ શાળાએ જતી પુત્રીને ગંભીર અકસ્માત થયો. આ અકસ્માતમાં વિદ્યાર્થીનીએ જીવ ગુમાવતા પરિવારની અંદર ફરી શોકનો માહોલ છવાયો. શાળાએ જતી વિદ્યાર્થીની અકસ્માતનો ભોગ બની. અકસ્માતના ઝ્રઝ્ર્ફ ફૂટેજ સામે આવ્યા. આ વીડિયોમાં દેખાય છે કે બેફામ ચાલતી ગાડીએ ટક્કર મારતા વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ.
જેના બાદ વિદ્યાર્થીની ગંભીર ઇજાના પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત થયું. આ ઘટનાએ પરિવારને વધુ એક આંચકો આપ્યો. કારણ કે હજુ ૧૨ દિવસ પહેલા જ વિદ્યાર્થીનાનું પિતાનું હાર્ટએટેકથી મોત થયું હતું. અને ૧૫ દિવસની અંદર પુત્રીનું મોત થતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે ચિત્રા પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂટર પર જતી મેડિકલની વિદ્યાર્થીની ઝીલ બારૈયાને ગંભીર ઇજાઓ પંહોચી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઝીલ બારૈયાનું નિધન થયું. ગઈકાલે ચિત્રા પાસે સર્જાયેલ અકસ્માતના ઝ્રઝ્ર્ફ સામે આવ્યા. જેમાં દેખાય છે કે ઓવરસ્પીડમાં આવતી ઇકો કારે ઝીલના સ્કૂટીને ટક્કર મારી. આ અકસ્માત બાદ ઇકો કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પિતાના નિધનને બાર દિવસ વીત્યાને પુત્રીનું પણ અકસ્માતમાં મોત થયું. આ ઘટનાને પગલે ૧૮ વર્ષીય જીલ બારૈયાના મામાએ ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી.
Recent Comments