ભાવનગરમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ને પાર
સામાન્ય જનતા માટે જીવન વધારે કપરૂ બની રહ્યુ છે દિવસે ન વધે તેટલી રાત્રે અને રાત્રે ન વધે તેટલી દિવસે મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે. હવે ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી રહ્યો છે ગીર સોમનાથ બાદ હવે ભાગનગરમાં પણ પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે અને પાવર પેટ્રોલ ૧૦૩ રૂપિયા લિટરની કિંમતે મળી રહ્યું છે. ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને પાર થતા જનતા પર વધુ એક કોયડો વિંઝાયો છે તેવુ કહી શકાય. પેટ્રોલમાં આજે ૨૯ પૈસાનો વધારો થયો છે. આજે ડીઝલના ભાવમાં બદલાવ નહીં
ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦.૨૨ પૈસા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ ૯૮.૩૮ રૂપિયા પ્રતિ લિટર જાેવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી જનતા ત્રાહિમામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. મોંઘવારીના ભરડામાં સામાન્ય જનતા પીસાઇ રહી છે.
Recent Comments