ભાવનગરમાં પેપર લીક કરનાર શિક્ષક નીકળ્યો ‘કલાકાર’… શું થશે વિશ્વાસ
ભાવનગર યુનિવર્સિટીમાં બી.કોમ.ના સેમ-૬ના પેપર લીક પ્રકરણનો મુખ્ય સૂત્રધાર શિક્ષક અમિત ગલાણી સાચે જ કલાકાર નીકળ્યો છે. અમિતે અગાઉ સૈયર મોરી રે, ૧૯૨૮, ધન ધતુડી પતુડી સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે, તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું બી.કોમ સેમેસ્ટર-૬નું એકાઉન્ટનું પેપર તાજેતરમાં લીક થયું હતું. આ મામલે પોલીસે જી. એલ. કાકડિયા કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી, વિદ્યાર્થી અજય લાડુમોર તથા વિવેક મકવાણાને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં હજુ વિદ્યાર્થિની સૃષ્ટિ ખોરડા ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસે ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના – રવિવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, જી. એલ. કાકડિયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાની એક કલાકાર છે. તેઓ અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મ તથા શોર્ટ ફિલ્મો અભિનય કરી ચૂક્યા છે, તેમજ સોશિયલ મીડિયામાં અનેક કોમેડી કરી રહ્યા છે, તેઓના જાેક્સ પણ ખૂબ જ વાઇરલ થયા છે. તેણે ગુજરાતી ફિલ્મ સૈયર મોરી રે, ૧૯૨૮, ઘન ધતુડી પતુડી અને એપ્રિલ ફૂલ સહિતની અનેક ફિલ્મો તથા અનેક શોર્ટ ફિલ્મમાં અભિનય કર્યો છે.
Recent Comments