ભાવનગરમાં ગુજરાત રોડ સેફ્ટી કાઉન્સિલ અંતર્ગત ભારે વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાથી થતા ફાયદા અંગેનો અવેરનેસ કાર્યક્રમ નારી સર્કલ ખાતે યોજાયો હતો. નારી ચોકડી સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા હેવી વાહનો તથા મીની ગાડીઓમાં રેડિયમ પટ્ટી લગાવી ગાડીઓમાં આગળની બાજુ તેમજ પાછળની બાજુ રેડિયમ પટ્ટી લગાડવાનો ફાયદો જણાવીને ડ્રાઇવરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અન્ય સેફટી ની બાબતો અંગે પણ ડ્રાઇવરોને જાગૃત કરાયા હતા. અવરનેસના આ કાર્યક્રમમાં ટ્રાફિક પી. આઈ. શ્રી આર.એમ. ઠાકોર તથા ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
ભાવનગરમાં ભારે વાહનો પાછળ રેડિયમ પટ્ટી લગાવવાના ફાયદા સમજાવતો અવેરનેસ કાર્યક્રમ યોજાયો


















Recent Comments