fbpx
ભાવનગર

ભાવનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત દિવ્યાંગ મતદારો માટે સાંકેતિક ભાષામાં સંદેશ

ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન થનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં પ્રથમ ફેઝમાં મતદાર થનાર છે આ તકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરી વધુમાં વધુ મતદાન થાય તે માટે કામગીરી કરી રહી છે.

જે અંતર્ગત ભાવનગર વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ યુવા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન કરવા અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. દિવ્યાંગ યુવા મતદારોને સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે, આગામી તા.૧લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે આપણે પણ મતદાન કરીએ અને અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરીએ.

“પહેલી ડિસેમ્બરે પહેલું કામ મારું અને તમારું મતદાન” ના સૂત્ર હેઠળ તમામ દિવ્યાંગ યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરાઈ હતી.

Follow Me:

Related Posts