ભાવનગરમાં વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ નાં મત ગણતરી કેન્દ્રની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ દરેક વિધાનસભા દીઠ સ્ટ્રોંગ રૂમ, મત ગણતરી કેન્દ્ર, મીડિયા સેન્ટર વગેરે સવલતો તથા ભૌતિક સગવડતા અંગેની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાતમાં પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિન્દ્ર પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ. એન. કટારા, ભાવનગરના પ્રાંત અધિકારીશ્રી એચ.એમ ઝણકાટ, સ્થાનિક રીટનિંગ ઓફિસરો, જી.ઈ.સી. સ્ટાફ તથા સ્થાનિક ચૂંટણીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં મત ગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેકટર ડી.કે.પારેખ

Recent Comments