fbpx
ભાવનગર

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં તા. ૬ ઓગસ્ટનાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ખાતે તા. ૬ ઓગસ્ટને શનિવારનાં રોજ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છેરાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે રાજય સરકારથી સતત પ્રયત્નશીલ રહી રાજયના મંત્રીશ્રીઓ , સચિવશ્રીઓ તથા વિભાગોનાં અનેક અધિકારીશ્રીઓ ધ્વારા ક્ષેત્રીય કચેરીઓ / કર્મચારીઓની મુલાકાત લઈ પ્રજાના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે વ્યવસ્થા ગોઠવેલ છે.

પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ભાવનગર મહાનગરપાલિકા ધ્વારા ભાવનગર શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં, મીલ્ટ્રી સોસાયટી, ભાવનગર ખાતે તા .૬/૮/ર૦રર શનિવારનાં રોજ સવારના ૯ ૦૦ થી સાંજના ૫-૦૦ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અરજી સ્વિકારવાનો સમય ૨–૦૦ વાગ્યા સુધીનો રહેશે તેમ ભાવનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts