fbpx
ભાવનગર

ભાવનગરમાં મહિલા વકિલને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

આજકાલ યુવતીઓને લગ્નની લાલચ આપી ભોળવાઈને લલચાવીને તેની સાથે શારિરિક સંબંધ બાંધી ત્યાર બાદ છોડી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં વકિલાતનો વ્યવસાય કરતી એક યુવતી પર મહિલા પોલીસના ભાઈએ લગ્ન કરવાનું વચન આપી દુષ્કર્મ આચર્યું છે. ભાવનગર શહેરમાં રહેતી અને વકિલાતનો વ્યવસાય કરતી એક યુવતીને તરૂણ મહેન્દ્રભાઈ પરમાર (રહે. નવાપરા પોલીસલાઈન, ભાવનગર)એ લગ્ન કરવાનું વચન આપી ગત તા. ૨૫/૦૨/૨૦૨૦ થી તા. ૧૭/૦૫/૨૦૨૨ વચ્ચેના સમયગાળા દરમિયાન બળજબરીથી અવારનવાર શારિરીક સંબંધ બાંધ્યો હતો. યુવતીએ જ્યારે લગ્નની વાત કરી તો તેની સાથે ઝઘડો અને બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીએ ગંગાજળિયા પોલીસ મથકમાં ઉક્ત તરૂણ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે યુવકની બહેન પોલીસ વિભાગમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પોલીસના ભાઈએ વકિલ પર દુષ્કર્મ આચર્યાંના બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

Follow Me:

Related Posts