ભાવનગરમાં રખડતાં ઢોરે બાઈક સવારને અડફેટે લીધો, બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત
ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે વડવા ખડીયા કુવા પાસેથી ટુ વ્હીલર લઈને જઈ રહેલા આધેડને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીરઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. તાજેતરમાં જ હાઈકોર્ટે ડીજીપી આશિષ ભાટિયા સહિતનાઓને કડક શબ્દોમાં ટકોર કરતા કહ્યું હતું કે, તહેવારોમાં રખડતાં ઢોરને કારણે કોઈનું પણ મૃત્યુ કે ઈજા થવી જાેઈએ નહીં. તેમ છતાં ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત્ત જાેવા મળી રહી છે. ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન રખડતા ઢોરે અનેક લોકોને અડફેડે લીધા હોવાના બનાવો સામે આવે છે. હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે સવારે શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા પરેશભાઈ નારણભાઇ વાઘેલા પોતાના ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવી રહ્યા હતા. તે સમયે રખડતા ઢોરે તેઓને અડફેટે લીધા હતા.
જેથી ઘટનાસ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું, આમ, દિવાળીના ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાેવા મળે છે. રસ્તા પર રઝળતા ઢોરને લઇ શહેરીજનોમાં અકસ્માતનો ભય સતત જાેવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાએ રખડતા ઢોરને પકડી ડબ્બે પૂરવાની કામગીરી શરુ કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું, જાેકે, શહેરમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ જાેવા મળી રહ્યો છે જેને લઈ આ કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ જાેવા મળી રહ્યું છે. ભાવનગર શહેરમાં લાખો ખર્ચવા છતાં પણ હજુ રખડતા ઢોરનો ત્રાસ જાેવા મળે છે. મનપાના શાસકો કાગળ પર કામ કરતા હોઈ તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરવા છતાં રોડ પર ઢોર યથાવત છે.
ભાવનગરમાં આશરે ૨ હજારથી વધુ રખડતા ઢોર જાેવા મળે છે. ૨૫ વર્ષથી મનપામાં શાસન કરતું ભાજપ ઢોર સમસ્યા હલ કરી શક્યું નથી. રસ્તા પર જ્યાં ત્યાં બેસેલા ઢોર અને ખાડા વાળા રસ્તામાં ભાવેણાવાસીઓની હાલત કફોડી બની ગઈ છે. જેથી લોકોમાં રોષ જાેવા મળે છે. તાજેતરમાં રખડતાં ઢોર મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે અરવિંદ કુમારની ખંડપીઠે ડીજીપી આશિષ ભાટિયા સહિતનાઓને કડક શબ્દોમાં કહ્યું હતું કે, તહેવારોમાં રખડતાં ઢોરને કારણે કોઈનું પણ મૃત્યુ કે ઈજા થવી જાેઈએ નહીં.
વધુમાં ચીફ જસ્ટિસે સરકારને ઉદ્દેશીને એવી ટકોર કરી હતી કે, રઝળતાં ઢોર અંગેની કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી છે, અમારે તો અમલ જાેઈએ છે. ચીફ જસ્ટિસે આશિષ ભાટિયાને ઉદ્દેશીને ટકોર કરી હતી કે, મિ.ભાટિયા, મેં અત્યારસુધીમાં એકપણ મહત્ત્વની જગ્યા પર પોલીસકર્મચારી ઊભેલો જાેયો નથી. ચીફ જસ્ટિસે સરકારને ખખડાવતાં એવી ટકોર કરી હતી કે, તમે બધા ભેગા થઈ વિચારો, મગજ દોડાવો અને એક સરળ ઉપાય શોધી કાઢો. અમારા માટે હુકમ કરી દેવો બહુ સહેલો છે, પણ અમે આશા રાખીએ કે તમે અમને હુકમ કરવા મજબૂર નહીં કરો. સરકારે ખાતરી આપી હતી કે, આગામી મુદત સુધી રખડતાં ઢોરસંબંધી કોઈપણ અનિચ્છનીય ઘટના બનશે નહીં.
Recent Comments