રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને ભાવનગર જિલ્લા રમતગમત અધિકારી દ્વારા આજરોજ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીનાં જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર ખાતે બાસ્કેટબોલ, એથલેટીક્સ અને હોકી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જિલ્લા રમતગમત અધિકારીશ્રી નરેશભાઈ ગોહિલ જેઓએ રમતવીરોને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદસિંહજીના જન્મદિવસ અંતર્ગત ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસ વિષે માહિતગાર કર્યા હતા. તેમજ રમત કન્વીનર શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી હસમુખભાઈ ધામેલીયા, શ્રી વી.એમ.જાળેલા, શ્રી કે.વી.પંડ્યા, શ્રી વાસુદેવસિંહ જાડેજા સહિતના વ્યાયામ શિક્ષકો તથા તેમની ટીમ દ્વારા સ્પર્ધાઓને સફળ બનાવવા પ્રશંશનીય કામગીરી કરવામાં આવી હતી.
ભાવનગરમાં રાષ્ટ્રીય રમત દિવસ ૨૦૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

Recent Comments