ભાવનગર

ભાવનગરમાં રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે –

કોવિડ-૧૯ના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનનો ભાવનગર
જિલ્લામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો ભાવનગર
જિલ્લાને પૂરો પાડવામાં આવી રહ્યો છે અને તેની કોઈ પણ પ્રકારની અછત જિલ્લામાં સર્જાવાની કોઈ
શક્યતા નથી તેમ ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનનો વપરાશ
પણ કોરોનાની સારવાર માટે વધ્યો છે. તેવા સમયે આ ઇંજેક્શનની માંગ વધી છે. આ વધેલી માંગને
પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓને આ ઈલેક્શનનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં
આવ્યો છે અને આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ અને જરૂરી માંગ મુજબ તેનો જથ્થો પૂરો પાડવામાં
આવનાર છે. ત્યારે આ બાબતે ભાવનગરની જનતાએ ગભરાવાની જરૂર નથી.

હાલમાં પ્રતિદિન ૧૦૦૦ રેમડેસીવીર ઇન્જેક્શનનો સપ્લાય સર ટી હોસ્પિટલ ખાતે આવી રહ્યો છે,
જેમાંથી કોવિડ ડેસિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં પણ જથ્થો અપાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી
રેમડેસીવીર ઇન્જેક્શન દર્દીઓને ખાનગી હોસ્પિટલના માધ્યમથી પુરા પાડવામાં આવી રહ્યાં છે તેમ તેમણે
વધુમાં ઉમેર્યું હતું.


તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેકશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના લોકોમાં
વહેતા થયેલી અફવાઓ ભ્રામક છે. જિલ્લામાં તેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી લોકોએ બિનજરૂરી રીતે
ગભરાવાની જરૂર નથી.


ભાવનગરની સિવિલ હોસ્પિટલ એવી સર ટી હોસ્પીટલમાં રેમડેસીવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં
ઉપલબ્ધ છે. સર ટી હોસ્પીટલમાં જરૂરિયાત મુજબ રેમડેસીવીર ઇન્જેક્શન વપરાશ બાદ વધારાના
ઇન્જેક્શન કોરોનાની સારવાર માટે માન્ય કરાયેલી અન્ય ૧૮ હોસ્પિટલને પણ પૂરા પાડવામાં આવી રહ્યા
છે.


કલેકટરશ્રીએ આ મહામારીના સમયમાં જિલ્લાની જનતાને અપીલ કરી છે કે, જે લોકોને ઈંજેક્શનની
જરૂરિયાત હોય તે લોકો જ રેમડેસિવિર ઈંજેક્શન ખરીદે જેથી કારણ વગરની તંગી ઉભી ન થાય તેની
આપણે સૌ તકેદારી રાખીએ તે સમયની માંગ છે.


જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ સીટી મામલતદારની ઓફિસ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને
સરળતાથી મળી રહે તે માટે એક અલગ તંત્ર સર ટી હોસ્પિટલ ખાતે ઊભું કરવામાં આવ્યું છે.જેના દ્વારા ગત
શુક્રવારના રોજ ૨૦૦ શનિવારના રોજ ૭૨ ગઈકાલે ૨૮૮ અને આજે ૫૦૦ રેમડેસીવીર ઇન્જેક્શનનું
જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું છે.


આ ઉપરાંત ખાનગી ફાર્માસિસ્ટ પાસેથી લઈને ૧૦૦ રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં
આવ્યું છે.
આમ, જિલ્લામાં માત્ર ચાર દિવસમાં જ ૧૧૦૦ રેમડેસીવીર ઇન્જેક્શનનું જરૂરિયાતમંદ દર્દીઓને
વિતરણ કરવામાં આવ્યું છે.


સીટી મામલતદાર ધવલભાઈ રવૈયાએ આ અંગે જણાવ્યું કે, સરકારી હોસ્પિટલ ખાતે ગુજરાત
મેડિકલ કોર્પોરેશન દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. જ્યારે ખાનગી ફાર્મસી
અથવા મેડિકલ સ્ટોરમાં ઝાયડસ, સન ફાર્મા જેવી દવા કંપનીઓ દ્વારા આ ઇંજેક્શનનો જથ્થો આવતો હોય
છે.

સરકારી હોસ્પિટલોમાં રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે જ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના ગંભીર પ્રકારના દર્દીઓના આર.ટી.પી.સી.આર. ટેસ્ટ, આધાર કાર્ડ,
હોસ્પિટલના ડોક્ટરની સહી અને ઓથોરિટી લેટર સાથે તમારી પાસે આવશે. તેને તંત્ર દ્વારા કોરોના
ડેઝીગ્નેટેડ હોસ્પિટલના માધ્યમથી રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડવામાં આવશે.

ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ભાવનગર ચેપ્ટરના
પ્રેસિડેન્ટ ડો.દર્શન શુક્લાએ જણાવ્યું કે, રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ભાવનગરની કોવિડ
હોસ્પીટલ્સને પુરતાં પ્રમાણમાં મળી રહે તે માટેની સુચારૂ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.આથી
આ બાબતે લોકોએ ગભરાવાની કે ડરવાની જરૂરિયાત નથી.


સર ટી હોસ્પિટલના ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે,જે લોકો ઘરે રહી હોમ આઈસલેશનમાં સારવાર
લઈ રહ્યા છે તેમને ઘેર બેઠા તંત્ર દ્વારા દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
સર ટી હોસ્પિટલમાં દરરોજ ૧ હજાર રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા પૂરો
પાડવામાં આવી રહ્યો છે.જેને દર્દીની જરૂરિયાત મુજબ ઉપયોગમાં લીધા બાદ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલને
પણ વધારાનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે.


તે જ રીતે જિલ્લામાં ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેક્શન અને પૂરતા પ્રમાણમાં બેડ સહિતની
વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને તેના માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોવિડ
હેલ્થ સેન્ટરમાં સંક્રમિતોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૧૦ એપ્રિલ સુધીમાં ૧,૮૦,૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શન
ફાર્માસિસ્ટોને સરકારે સપ્લાય કર્યા છે અને ૧,૦૫,૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શનનું રાજ્ય સરકારે સરકારી
હોસ્પિટલો મારફત વિતરણ કર્યું છે. માત્ર દસ દિવસમાં લગભગ ૨.૮૦ લાખથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનનો
જથ્થો રાજ્ય સરકારે પૂરો પાડ્યો છે.

વધુ જરૂરિયાતને પહોચી વળવા ૩ લાખ રેમડેસિવિર ઈંજેક્શનનો રાજ્ય સરકારે ઓર્ડર
આપ્યો છે. ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

Related Posts