fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરમાં રોયલ્ટી ભર્યા વગર રેતીની હેરાફેરી કરતા ૬ ડમ્પર જપ્ત

ભાવનગર જિલ્લામાં ખનીજ ચોરીનાં વધતાં જતાં બનાવોને ડામવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે . જ્યારે તંત્ર દ્વારા નિરમાનાં પાટીયા પાસે ચેકીંગ હાથ ધરી રેતી ભરેલા ૬ ડમ્પરો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરની થોડે દુર આવેલ નિરમાનાં પાટીયા પાસે ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓએ વોચ ગોઠવી ત્યારે અમદાવાદથી રેતી ભરીને આવી રહેલા ૬ ડમ્પરોને અટકાવી તલાશી લેતાં ખનીજ ચોરી થતી હોવાનું પ્રતિપાદિત થતાંની સાથે જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ૬ ડમ્પરોને કબજે લીધા હતા.

આમ ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે ૧.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ દ્વારા ખનીજ ચોરીનો મોટો જથ્થો ઝડપી લીધો છે. અમદાવાદથી રેતી ભરીને ભાવનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે નિરમાનાં પાટીયા ડમ્પરો પાસેથી ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી લીધા હતા ભાવનગર જિલ્લા ખનીજ ચોરીઓનાં બનાવો મોટા પ્રમાણમાં બનતા હોય તંત્ર દ્વારા મોટો જથ્થો ઝડપી લેતાં ખનીજ માફિયાઓમાં ફફડાટની લાગણી જન્મી છે.

Follow Me:

Related Posts