ભાવનગર

ભાવનગરમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર’ નો આવતીકાલે પ્રભારી મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા પ્રારંભ કરાવશે

                હાલ સમગ્ર રાજ્યમાં ‘ગ્લોબલ સમિટ’ અન્વયે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું જેના ભાગરૂપે ભાવનગર ખાતે આગામી ૧૩ અને ૧૪ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમ યોજાનાર છે. જેનો ૧૩ ઓક્ટોબર સવારે ૧૦ વાગ્યે ટાઉનહોલ, મોતીબાગ ખાતે ભાવનગરના પ્રભારીમંત્રીશ્રી ભાનુબેન બાબરીયા શુભારંભ કરાવશે.

                આ તકે મંત્રીશ્રી દ્વારા કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યા બાદ લાભાર્થીઓને કીટ વિતરણ, ચેક વિતરણ, અને એમ.ઓ.યુ. એક્સ્ચેન્જ સહિતના કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ જીએસટી સેમિનાર, ડાયમંડ અને ડિહાઈડ્રેશન ઉદ્યોગ, સેન્ટ્રલ સોલ્ટ સેમિનાર, એગ્રી એક્ષ્પોર્ટ, આત્મા, ક્રેડિટ સેમિનાર, ઉદ્યોગોમાં તકો અંગે સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, સ્ટાર્ટઅપ સેમિનાર અને શીપ રિસેકલિંગને લગતો સેમિનાર યોજાશે           

                ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ભાવનગર’ માં બંને દિવસ એક્ઝિબિશન સાવરે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી યોજાશે જેમાં બિડ વર્ક, ઓર્ગેનિક સ્પાઇસીસ, ઓનિયન ગાર્લિક પ્રોડક્ટ, કોયર વર્ક, હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ, વુડન ટોય, ખાખરા, ઘર ડેકોરેશન, વુડન જ્વેલરીની સાથોસાથ વિવિધ ઇન્ડસ્ટ્રીના સ્ટોલ પણ રાખવામાં આવેલ છે.

Related Posts